💰 સેવિંગ vs ઈન્વેસ્ટમેન્ટ: શું છે વધુ મહત્વપૂર્ણ ?
આજની યુવા પેઢી માટે નાણાંકીય સજાગતા ખુબજ મહત્વની બની ગઈ છે. ઘણા લોકો પૈસા બચાવે છે (Saving), જ્યારે કેટલાક લોકો પોતાના પૈસાનો વિકાસ કરવા ઈન્વેસ્ટમેન્ટ (Investment) કરે છે. તો ચાલો સમજીએ કે સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે શું તફાવત છે, અને ક્યારે કયો વિકલ્પ યોગ્ય છે.
🏦 સેવિંગ શું છે?
સેવિંગ એ એવી પ્રક્રિયા છે જેમાં તમે તમારા આવકમાંથી થોડો હિસ્સો ખર્ચ ન કરી બચાવો છો. સામાન્ય રીતે પૈસા સેવિંગ ખાતામાં, પોસ્ટ ઓફિસમાં કે ઘરેજ રોકી રાખવામાં આવે છે.
ફાયદા:
-
જોખમ નથી
-
હંમેશ માટે લિક્વિડ (જ્યારે જરૂરી ત્યારે ઉપાડી શકો)
-
શોર્ટ ટર્મ જરૂરિયાતો માટે સારું
ઉદાહરણ:
-
ઇમરજન્સી ફંડ
-
ટૂંકા સમયના લક્ષ્યો જેમ કે મોબાઇલ કે યાત્રા માટે
📈 ઈન્વેસ્ટમેન્ટ શું છે?
ઈન્વેસ્ટમેન્ટ એ તમારી બચતને એવા સાધનોમાં મુકવાની પ્રક્રિયા છે જ્યાં તેનો સમય સાથે વધારો થાય. જેમ કે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, ગોલ્ડ વગેરે.
ફાયદા:
-
ઉચ્ચ રિટર્ન
-
લાંબા ગાળાના લક્ષ્યો માટે શ્રેષ્ઠ
-
મ્યુચ્યુઅલ ફંડ અને SIP દ્વારા દર મહિને થોડી રકમથી શરૂ કરી શકાય
ઉદાહરણ:
-
રિટાયરમેન્ટ પ્લાનિંગ
-
બાળકોનો ભવિષ્ય
-
ઘર કે ગાડી ખરીદવી
🆚 Saving vs Investment – મુખ્ય તફાવત:
| મુદ્દો | Saving | Investment |
|---|---|---|
| જોખમ | લગભગ નથી | હોઈ શકે (Low to High Risk) |
| વળતર (Return) | ઓછું (3%-4%) | વધુ (8%-15% કે વધુ) |
| લક્ષ્ય સમયગાળો | ટૂંકા ગાળાનો | લાંબા ગાળાનો |
| લિક્વિડિટી | વધુ | ઓછી (પ્લાન પ્રમાણે निर्भर) |

Post a Comment